રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર ૧૯રપના વિક્રમ સંવત-૧૯૮રના વિજયાદશમીના શુભ દિવસે ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે કરી હતી. ગુજરાતમાં સંઘકાર્યનો પ્રારંભ ઇ.સ. ૧૯૩૮ની સાલથી થયો. વડોદરામાં ગોખરૂ મેદાનમાં સૌ પ્રથમ શાખાની શરૂઆત થયેલી. નાગપુરથી શ્રી ગોપાલરાવ ઝીંઝર્ડે નામના એક તરૂણ સ્વયંસેવકે વડોદરામાં કલાભવનમાં અભ્યાસ નિમિતે આવી આ શાખાનો શુભારંભ કર્યો હતો .
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
ડૉ. કેશવ બળિરામ હેડગેવાર. ડોક્ટરજી સ્વાતંત્ર્યસેનાની હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રસેવામાં જ સમર્પિત કર્યું હતું.
નાગપુરમાં, ૧૯૨૫માં.
સંઘમાં સભ્ય થવાની કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી. કોઈ પણ વ્યક્તિ નજીકની સંઘ શાખામાં જઈને સંઘમાં જોડાઈ શકે છે. સંઘના સભ્યને સ્વયંસેવક કહેવામાં આવે છે. તેના માટે કોઈ પણ શુલ્ક અથવા નોંધણીની કોઈ જ પ્રક્રિયા નથી.
આ આગ્રહનો નહિ પરંતુ સગવડનો વિષય છે. શાખામાં દરરોજ શારીરિક કાર્યક્રમો થતા હોય છે. તેના માટે ચડ્ડી એ સગવડયુક્ત તેમ જ બધા માટે સંભવ એવો વેશ છે.
દરરોજની એક કલાકની શાખામાં વિવિધ શારીરિક વ્યાયામ, રમતો, દેશભક્તિ ગીત, રાષ્ટ્રહિતના વિવિધ વિષયો પર ચર્ચા તેમ જ પ્રવચન અને માતૃભૂમિની પ્રાર્થના થાય છે.
કોઈ પણ હિંદુ પુરુષ સંઘનો સભ્ય બની શકે છે.
સંઘમાં હિંદુ શબ્દનો ઉપયોગ ઉપાસના, પંથ, સંપ્રદાય કે પછી રિલિજિયનના અર્થમાં થતો નથી. એટલે સંઘ કોઈ ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંગઠન નથી. હિંદુની એક જીવનદૃષ્ટિ છે, એક View of life અને એક Way of life છે. આ અર્થમાં સંઘમાં હિંદુ શબ્દનો ઉપયોગ થાય છે. સર્વોચ્ચ ન્યાયાલયે પણ એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, Hindu is not a religion but a way of life. ઉદાહરણ તરીકે સત્ય એક છે, તેના નામ અનેક હોઈ શકે છે. તેને પામવાના રસ્તા પણ અનેક હોઈ શકે છે. તે બધા સમાન છે એવું માનવું એ ભારતની જીવનદૃષ્ટિ છે. આ હિંદુ જીવનદૃષ્ટિ છે. એક જ ચૈતન્ય અનેક રૂપોમાં અભિવ્યક્ત થયું છે. બધામાં એક જ ચૈતન્ય વિદ્યમાન છે એટલા માટે વિવિધતામાં એકતા ( Unity in Diversity ) એ ભારતની જીવનદૃષ્ટિ છે. આ હિંદુ જીવનદૃષ્ટિ છે. આ જીવનદૃષ્ટિને માનવાવાળો, ભારતના ઇતિહાસને પોતાનો માનવાવાળો, અહીં જે જીવનમૂલ્યો વિકસિત થયા છે તે જીવનમૂલ્યોને પોતાના આચરણ દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત કરવાવાળો તથા આ જીવનમૂલ્યોની રક્ષા કાજે ત્યાગ અને બલિદાન કરવાવાળાને પોતાનો આદર્શ માનવાવાળો દરેક હિંદુ છે; પછી તેનો સંપ્રદાય અથવા ઉપાસના પંથ ભલે જે પણ હોય.
ભારતમાં રહેવાવાળા ખ્રિસ્તી કે મુસલમાન ભારતની બહારથી નથી આવ્યા. તે બધા અહીંના જ છે. આપણા સહુના પૂર્વજો એક જ છે. કોઈ કારણથી પંથ બદલવાથી જીવનદૃષ્ટિ નથી બદલાતી. એટલા માટે એ બધાની જીવનદૃષ્ટિ ભારતની અર્થાત હિંદુની જ છે. હિંદુના નાતે તેઓ સંઘમાં આવી શકે છે, આવે પણ છે અને જવાબદારી લઈને કાર્ય પણ કરે છે. તેમની સાથે પંથના આધાર પર કોઈ ભેદભાવ કે કોઈ Special treatment તેમને આપવામાં નથી આવતી. સહુની સાથે તેઓ હિંદુના નાતે બધા કાર્યક્રમો માં સહભાગી થાય છે.
કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના સ્વયંસેવકોના એક કલાકના દૈનિક મિલનને શાખા કહેવામાં આવે છે.
ભારતમાં શહેરો તથા ગામડાંમાં થઈને કુલ ૫૦૦૦૦ સ્થાન પર સંઘની શાખા ચાલે છે. ઔપચારિક સભ્યપદની પદ્ધતિ ન હોવાને કારણે સ્વયંસેવકોની સંખ્યા જણાવવી અઘરી છે.
સંઘમાં શારીરિક કાર્યક્રમો દ્વારા એકતાનો, સામૂહિકતાનો સંસ્કાર કરવામાં આવે છે. આ હેતુથી ગણવેશ ઉપયોગી છે. પરંતુ ગણવેશ વિશેષ કાર્યક્રમોમાં જ પહેરવામાં આવે છે. દૈનિક શાખા માટે તે ફરજિયાત નથી. ગણવેશની જરૂરિયાત ધ્યાનમાં આવતાં જ દરેક સ્વયંસેવક પોતાના ખર્ચે ગણવેશ લાવે છે.